Tuesday, August 9, 2011

tuj tu tuj tu tuj tu

tuj maj jivu ne tuj ma maru.......
tuj tu tuj tu tuj tu.....

tuj vani muj sangeet.....
tuj keshu mujh shandhya......

tuj tu tuj tu tuj tu......
tuj maj jivu ne tuj ma maru......

tuj chakshu muj duniya...
tuj bhramar muj saat dham......

tuj tu tuj tu tuj tu
tuj maj jivu ne tuj maj maru

tuj tu tuj tuj tu
bas tu bas tu bas tu..
ek tuj ek tuj ek tuj....

"hu kavi sasto lakhu kavita hasto hasto-- nakamo."

swarth

swarth swarth swarth

dhobi ne ghadheda ma
to soni ne sona ma
swarth swarth swarth

vakil ne khunkharaba ma
to doctor ne bimari ma
swarth swarth swarth

adhikari ne note ma
to neta ne vote ma
swarth swarth swarth

ben ne rakhsabandhan ma
to bhai ne bhabhi ma
swarth swarth swarth

ma ne dikara na janam ma
to baap ne dikara thi naam ma
swarth swarth swarth

bhukya ne bhojan ma
to tarsya ne pani ma
swarth swarth swarth

ela bhakto ne bhagwan ma
to bhagvan ne bhakto ma.....
swarth swarth swarth

lage che ke duniya che to swarth mate ni j che
bhai bhai na khoon ne pati patni na jagada hot????
khoobsurti sathe prem ne badsurti sathe nafrat hot???
nahitar prem laginio aam sare bazar vechati hot???
are ena(bhagvan) darshan karva pan paisa hot???

"hu kavi sasto lakhu kavita hasto hasto- nakamo "

khovai gai....

ખુદ  થી  ખોવાતી  જાઉં  છું ..
એનામાં  સમાતી  જાઉં  છું  ..

નથી  કોઈ  ઉત્તર  એનો   , છતાં ,
પ્રશ્નાર્થ  ચિન્હો  ઉમેરતી  જાઉં  છું ..

ચાર  ક્ષણો  માં  જીવેલી   વસંત  ને ,
પાનખર  ની  સદીઓ  માં  વિસ્તારતી  જાઉં  છું ..

ઝાકળ ની બે બુંદ સમી એ પ્રીત,
વાદળી સમજીને ભીંજાતી જાઉં છું..

કે  સંવેદના  નથી  રહી  હવે  કોઈને ,
આંસૂઓ નિર્લેપ ભાવે  ઓગાળતી  જાઉં  છું ..

એકલતા  ની  હદ  હવે  પૂરી  થઇ ..
હું  ખુદ  એમની  થાતી  જાઉં  છું ..


- હિમાની  લોખંડે  :(

hu

હું ..

અધૂરા  સ્વપ્નો  , અધુરી  કવિતા  ,
અધીરા  આંસૂ  ઓ  , ને  વેહતી  હું  ..
    રુઝાતા   જખ્મો  પર ,
    ખારા  લીસોટા ,
    ખોતારાયેલી આંખો  માં  
    ક્યાંક  થી ,
    ડોકાયા  અભરખા ..!
તુટકા  વિચારો , લાચાર  આકાંક્ષા  ,
પીડાતાં  સ્પંદનો  , ને  ધબકતી  હું  ..
    પારદર્શી  મન  પર
    ધૂંધળો  મુખવટો ,
    પોકળ  ખુલાસાઓની
    રાજકારણી  રમતો ,
સ્વાર્થી  સંવેદના , બનાવટી  માણસો ,
ઉકેલાતા  સંબંધો  , ને  સંકોરાતી  હું  ..
       
    -હિમાની લોખંડે :)

kalyug

કળિયુગ

કળિયુગ છે આ ..
સલાહકાર લાખો મળશે ,
સમજદાર કોઈ નહિ મળે ..
નફરત ભારોભાર મળશે ,
એનો હિસ્સેદાર કોઈ નહિ મળે ..

કળિયુગ છે આ ..
અહી લાગણી ઓ ના વિક્રેતા મળશે ,
તો ક્યાંક કોમવાદ ના પ્રણેતા હશે ,
બંડ - ખોરો ના નેતા ય હશે ..
ને આત્મઘાતી હત્યારા પણ મળશે ..

કળિયુગ છે આ ..
ખાદી ધારી લૂટેરાઓ તો મળશે ,
પણ નવો ભામાશા નહિ મળે ..
શિવાજી ને , ભગતસિંહ ની ભૂમિ પર આજે,
ન્યોછાવર થનારા માથાં નહિ મળે ..

કળિયુગ છે આ ..
કરોડો ની આબાદી માં ,
જન -મેદની ના ભારા માં
એક મુઠ્ઠી એકતા નહિ મળે !
દેશપ્રેમ ને જણનારી જનેતા નહિ મળે ..
દેશપ્રેમ ને જણનારી જનેતા નહિ મળે ..